HOW TO FILE NIL GSTR-1 VIA(THROUGH) SMS IN GUJRATI

Sms દ્વારા  નીલ જીએસટી રીટર્ન GSTR-૧ ફાઈલ કરવા માટે.
સૌ પ્રથમ તમારે ૧૪૪૦૯ (14409) પર Sms મોકલવાનો છે.
Sms મા તમારે નીચે મુજબ લખવાનું છે.

NIL R1 GSTNUMBER TAXPERIOD

*ઉપર તમારે પહેલા NIL લખવાનું 
પછી એક જગ્યા મૂકીને R1 લખવાનું 
ત્યારબાદ જગ્યા મૂકીને તમારો જીએસટી નંબર લખવો.
ત્યારબાદ તમારે જે મહિનાનું રિટર્ન ફાઈલ કરવાનુ છે તે મહિનો MMYYYY એટલેકે જો DEC-૨૦૨૦ નું રીટર્ન ફાઈલ કરવાનુ હોય તો  122020 આવી રીતે લખવું.

* આવી રીતે લખ્યા બાદ તમારે SMS ને ૧૪૪૦૯ પર મોકલવાનો SMS મોકલ્યાં પછી તમારા મોબાઈલ માં એક વેરીફીકેશન કોડ (VERIFICATION CODE ) આવશે .કોડ આવ્યા બાદ તમારે તેને ૩૦ મિનિટ માં વેરીફીકેશન કોડ સાથે પાછો sms મોકલવાનો રહેશે જે રિટર્ન ના વેરીફીકેશન માટે હસે.
કોડ મોકલવા માટે નીચે મુજબ લખવાનું રહેશે.

CNF R1 VERIFICATIONCODE

* ઉપર પ્રમાણે તમારે SMS મોકલવાનો રહેશે જેમાં પહેલા CNF લખવાનું ત્યારબાદ એક જગ્યા મૂકીને R1 લખીને એક જગ્યા મૂકીને તમારા મોબાઈલ માં જે કોડ આવ્યો હોય તેને લખવો.
આ SMS ને પણ તમારે ૧૪૪૦૯ પર મોકલવાનો રહેશે.

SMS મોકલ્યા બાદ તમારું રિટર્ન ફાઈલ થઈ જસે અને તમારો ACKNOWLEDGEMEN નંબર એસએમએસ દ્વારા મળી જસે.

જો તમારે આવીજ રીતે GSTR-3B ફાઈલ કરવું હોય તો જ્યાં જ્યાં R1 લખેલુ છે ત્યાં તમારે ફક્ત 3B લખવાનું છે બાકીની બધી પ્રોસેસ ઉપર મુજબ અજ રહેશે.

આ પદ્ધતિથી તમે ફક્ત નીલ રિટર્ન અજ ફાઈલ કરી સક્સો જો તમારા રિટર્ન સમય માં કોઈજ પણ DATA હોય તો તમારે જીએસટી ની સાઈટ માં લોગીન થઈને રિટર્ન ફાઇલ કરવું પડશે આ પદ્ધતિ ફક્ત નીલ રિટર્ન ટેક્સપેયર માટેજ છે.



Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel