મે તો સિધ્ધ રે હે જાણીને તમને સેવિયા


મારા રુદીયામા દિવસ અને રાત

હે જીવણ ભલે ને જાગીયા

મે તો કરુણાનાં કળશ સ્થપાવિયા

પાટે પધાર્યા નકલંક દેવીદાસ

હે જીવણ ભલે ને જાગીયા.......

                         મેં તો સિધ્ધ રે જાણીને...

મે તો પ્રેમનાં પાટ મંડાવિયા

પાટે પધાર્યા અમર દેવીદાસ

હે જીવણ ભલે ને જાગીયા.......

                          મેં તો સિધ્ધ રે જાણીને...

સખીયુ સામૈયાં કરોને મારા નાથના

મંગળ ગુણલા અમર માના ગવાય

હે જીવણ ભલે ને જાગીયા.......

                          મેં તો સિધ્ધ રે જાણીને...

એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને

આનંદ રુડો રે ઉરમાં વરતાય

હે જીવણ ભલે ને જાગીયા.......

                         મેં તો સિધ્ધ રે જાણીને...

ગરવા દેવાંગી પ્રતાપે અમર મા બોલિયા

તમારા સેવકોને ચરણોમાં રાખો રે

હે જીવણ ભલે ને જાગીયા.......

                         મેં તો સિધ્ધ રે જાણીને...

Print



Title of the document

you can copy this text

you cant copy this text

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel