Mataji bheliyo Written By Manish Parmar Sunday, 28 March 2021 ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો.. માડી તારા ભેળીયામાં ઉજળું અમારુ ભાવી રે, જગદંબા આવળ ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો... માડી એને મહેશે પીંજ્યો ને ઉમાએ કાંતીયો રે, માડી એમાં રામસીતાએ વણ્યા રુડા તાર રે... જગદંબા... માડી એવો આદી રે અનાદી નો જગજુનો ભેળીયો રે, માડી એમાં ચિતર્યા જોને ચૌદ રે બ્રહમાંડ રે... જગદંબા... માડી તારા બાના રે પેરી ને જગમાં માલતા રે, માડી તમે રાખો રે બાના કેરી લાજ્યું રે... જગદંબા... Copy Share this post