Pratham pela pooja
કલાકાર - નારાયણ સ્વામી
શબ્દો - પ્રાચીન ભજનતલ - ઠેકા , ચલતી
પ્રથમ પહેલા પૂજા તમારી
(સાખી)
દુંદાળો દુઃખ ભંજણો
અને સદાયે બાળે વેશ
પરથમ પહેલા સમારિયે
હો શ્રી ગૌરીનંદ ગણેશ
પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા ગજાનન
પ્રથમ પહેલા….
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા,
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથી ગણેશા
હે જી સર્વ સ્થળે સરવાળા
પ્રથમ પહેલા...
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા હરો , સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો ને હરવાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા ઉરમાં કરો અજવાળા
પ્રથમ પહેલા…
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.